મોડાસા નગરની લબ્ધ પ્રતિષ્ઠિત શાળા શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિધાલયમાં... શાળા-સ્થાપના કાળથી શરૂ થયેલી એક અનોખી પરંપરા... કે 'શાળાકીય વર્ષનો પ્રથમ દિવસ ગાયત્રી ઉપાસના અને ગાયત્રી પરિવારની શુભેચ્છાઓ સાથે' ઉજવાઈ ગયો...
ર૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ... તેમના વાલી-ગણ તથા શાળાના શ્રેષ્ઠીઆે અને શાળા-પરિવારના શિક્ષાક ભાઈ-બહેનોની હાજરીમાં આ દિવસે સૌએ આ અલૌકિક... પરંપરાને માણી...
આ તબકકે... શાળા-પ્રિન્સિપાલ ડૉ જિજ્ઞેશભાઈ આર. સુથારે ગત વર્ષના ઉત્તમ પરિણામની વિગતો આપી નવા વર્ષને પણ ઉત્તમ સિધ્ધિઓ માટે પ્રેરક ઉદબોધન કરેલ હતુ. પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી આર.કે. પટેલ, મંત્રીશ્રી રણછોડભાઈ પટેલ, પ્રાથમિક વિભાગ(ગુજરાતી માધ્યમ) ના આચાર્યશ્રી વિનોદભાઈ પટેલ તથા શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી બી.સી. બારોટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી સમગ્ર ગાયત્રી પરિવારનો આભાર માન્યો હતો.